Saturday, August 01, 2020

ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ નવલકથાકાર ધૂમકેતુ - ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી નો સવિશેષ પરિચય


 ધૂમકેતુ    1892 - 1965 

ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ નવલકથાકાર, વિવેચક, નિબંધકાર, નાટ્યકાર. શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ની જન્મ ૧૯૧૪ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો . ૧૯૧૪ માં એમને મૅટ્રિક અને ૧૯૨૦ માં સંસ્કૃત વિષય સાથે બી.. પાસ કર્યું. શરૂઆત મેં એમને ગોંડલ રાજ્યની રેલવે ઑફિસમાં નોકરી લીધી અને પછી ગોંડલની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. નાનપણમાં સાંભળેલી વાર્તાઓ, બાળપણ નો પુસ્તક  વાચન નો શોખ, નથુરામ નું પુસ્તકાલય, આસપાસનું રોચક વાતાવરણ વગેરે  ધૂમકેતુના સાહિત્યસર્જનનાં મહત્વનાં પ્રેરક બળો રહ્યાં એમ માનવામાં આવે છે. ધુમકેતુ ને ૧૯૩૫ માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૫૩માં નર્મદ સુવર્ણચંદ્રક મળેલો.


ધુમકેતુ સહિય ના આગમન પૂર્વે જ  ગુજરાતી સાહિત્યમાં મલયાનિલ આદિ દ્વારા નવલિકા લેખનની આબોહવા લહેરો લઈ  રહી હતી, પરંતુ અનેક કલાત્મક વાર્તાઓના સર્જનને કારણે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્ય પ્રણેતા ગણાયા સાથે સાથે  ધુમકેતુ તરીકે નામના મેળવી

 

તણખા મંડળ, અવશેષ, પ્રદીપ, મલ્લિકા, ત્રિભેટો, આકાશદીપ, પરિશેષ, અનામિકા, વનછાયા, પ્રતિબિંબ, વનરેખા, જલદીપ, વનકુંજ, વનરેણુ, મંગલદીપ, ચન્દ્રરેખા, નિકુંજ, સાન્ધ્યરંગ, સાન્ધ્યતેજ, વસંતકુંજ  અને છેલ્લો ઝબકારો એ ચોવીસ સંગ્રહોની નવલિકાઓનો પ્રવેશ ગુજરાતી નવલિકાક્ષેત્રે ક્રાંતિરૂપ હતો. ભાવનાવાદી નવલિકાઓમાં મસ્તીભર્યા, વાતાવરણમાં તેઓ કોઈ આદર્શ કે ભાવનાનું નિરૂપણ અને ઊર્મિનું ઉત્કટ આલેખન કરે છે. જયારે વાસ્તવલક્ષી નવલિકાઓમાં એમનો ઝોક સમાજસુધારણા પ્રત્યેનો છે.


ધૂમકેતુ ખરેખર રંગદર્શી પ્રકૃતિના સર્જક તો હતા જ પણ સાથે સાથે ગુજરાતી સાહિત્ય ના વિવેચક પણ હતા. પોસ્ટઑફિસ, ભૈયાદાદા, લખમી, હૃદયપલટો, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, તિલકા, બિન્દુ, સોનેરી પંખી, ત્રિકોણ, રતિનો શાપ, રજપૂતાણી, માછીમારનું ગીત  વગેરે નવલિકાઓ આવી સીમાઓથી મુક્ત અને અનોખી કલાત્મક કૃતિઓ માનવામાં આવે  છે.

સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓનો વિપુલ ભંડાર છે. એમની ખ્યાતનામ  પૃથ્વીશ, રાજમુગુટ, રુદ્રશરણ, અજિતા, પરાજય, જીવનનાં ખંડેર, મંઝિલ નહીં કિનારાવગેરે, જીવનવિચારણા માં એમના સમાજવિષયક નિબંધો છે, તો સાહિત્યવિચારણા માં ટૂંકીવાર્તાની સ્વરૂપવિચારણા છે. એકલવ્ય અને ઠંડી ક્રૂરતા એમના નાટ્યસંગ્રહો છે.

ચંદ્રકાન્ત ટોપીવાળા કહે છે કે પોસ્ટઑફિસ નવલકથા એ  પુત્રીના પત્રની પ્રતીક્ષામાં દરરોજ સવારે પોસ્ટઑફિસે જઈ બેસતા વૃદ્ધ અલીડોસાના ઉત્કટ વાત્સલ્યને નિરૂપતી ધૂમકેતુની અત્યંત જાણીતી ટૂંકીવાર્તા. અને ભૈયાદાદા રેલવે અધિકારી સાંધાવાળા ભૈયાદાદાને એમની કોઈ ભૂલ ને કારણે વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા ઝૂંપડીવાડી ખાલી કરવાને બદલે ખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે- એવું કથાનક કરુણને ઝંકૃત કરી જાય છે. રજપૂતાણી  ટૂંકીવાર્તા નો સાર એ છે કે એમાં ચોમાસામાં ગરાસણીને મળવા નીકળેલા અને રૂપેણમાં ડૂબી અવગતે થયેલા ગરાશિયાનું ઘર માંડવા અંતે પાણીમાં ડૂબી જતી ગરાસણીનું કથાનક લોકકથાત્મક અને રહસ્યપૂર્ણ છે.

No comments:

Post a Comment

નેશનલ બારકોડ દિવસ કેવી રીતે અને શા માટે ઉજવવો | How to celebrate NATIONAL BARCODE DAY || Why we celebrate NATIONAL BARCODE DAY on 26 June || NATIONAL BARCODE DAY 2024

નેશનલ બારકોડ દિવસ ( NATIONAL BARCODE DAY )દર વર્ષે 26 જૂનના રોજ ઉજવવામાં આવે છે. બારકોડ ટેક્નોલોજી આપણા રોજિંદા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ...