પન્નાલાલ નાનાલાલ પટેલ : 1912 - 1989
સાહિત્ય જગતનો ચમત્કાર અને ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય બિરુદ મેળવનાર એવા પન્નાલાલ નાનાલાલ પટેલ નો જન્મ ૧૯૧૨ના રોજ ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં થયો હતો. પિતા નું નામ નાનાલાલ અને માતા નું નામ હીરાબા હતું જે જાતી એ આંજણા હતા. તેમના પિતાજી ખેડૂત હતા જેઓ નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા જેથી ઘર ની તમામ જવાબદારી પન્નાલાલ ના શિરે આવી. પન્નાલાલ બાળપણ થી જ ધાર્મિક વાર્તાઓનું તેમના ગામમાં ફરી ફરી ને પઠન કરતા હતા. જેના કારણે તેમના ઘરની ખુબ જ નામના થઇ હતી. તેમના બાપુજી ના અવસાન બાદ શિક્ષણ દરમિયાન, ગરીબીના કારણે અનેક અડચણો આવી હતી. પણ સામનો કરી ને જ આગળ વધ્ય હતા. તેઓ ઇડરની સર પ્રતાપ હાઇસ્કૂલમાં માત્ર ને માત્ર ચોથા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા હતા . શાળાજીવન દરમિયાન તેઓ ઉમાશંકર જોષીના પરમ મિત્ર બન્યા હતા. જેના લીધે લેખન કાર્ય માં રૂચી જાગી જતી. તેમણે તેમની પ્રથમ નવલકથા અમદાવાદમાં એક મિત્ર ના ઘરે નોકરી કરતા કરતા લખી હતી.
પન્નાલાલ નાનાલાલ પટેલે,સુખના સાથી, વાત્રકને કાંઠે, માનવીની ભવાઇ , ભાંગ્યાના ભેરુ ,અને અનેક ધાર્મિક નવલકથાઓ લખી છે. તેમને ૧૯૮૫માં માનવીની ભવાઇ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો.
સન્માન
૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૮૫માં માનવીની ભવાઈ માટે સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર તેઓ બીજા નબર ના ગુજરાતી ભાષાના લેખક હતા.
સર્જન
નવલકથાઓમાં માનવીની ભવાઈ, વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, રામે સિતાને માર્યા જો!, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ, કચ-દેવયાનિ, મળેલા જીવ, આંધી અષાઢની, જાનપદી, ભાંગ્યા ના ભેરૂ, ઘમ્મર વલોણું, પાછલા બારણે, નવું લોહી, પડઘા અને પડછાયા, નથી પરણ્યા નથી કુંવારા,મનખાવતાર લખેલ.
નવલિકાઓમાં - સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ,પાનેતરમાં રંગ,વટ નો કટકો, મનનાં મોરલાં, વાત્રક ને કાંઠે, ચીતરેલી દીવાલો,પીઠીનું પડીકું, જીંદગી ના ખેલ લખેલ.
‘સાહિત્ય જગતનો ચમત્કાર’ અને ‘ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય’ બિરુદ મેળવનાર એવા પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્ય માટે વંદનીય છે જ . એમની તમામ રચનાઓ ખરેખર અવિસ્મરણીય છે.
No comments:
Post a Comment