Friday, September 23, 2022

ગુજરાતના સાહસિક અને સ્વપનસેવી બિઝનેસમેન ગૌતમભાઈ અદાણી - એક અનોખું જીવનચરિત્ર Short Biography of Gautam Bhai Adani

ગૌતમભાઈ અદાણી એ ભારતીય મૂળ ના સાહસિક અને સ્વપનસેવી બિઝનેસમેન છે, જેમણે અદાણી ગ્રૂપ ની સ્થાપના કરી. ગૌતમભાઈ અદાણીની આ ટૂંકી અને મીઠી આત્મકથા તેમના બાળપણ, જીવન, સિદ્ધિઓની ટૂંકી માહિતી - આ એક અનોખું જીવનચરિત્ર આપણ ને જરૂર દિલ થી ગમશે છે જ.

SURESH LIMBACHIYA

પ્રારંભિક જીવન:

ગૌતમભાઈ અદાણીનો જન્મ ઉત્તર ગુજરાતના થરાદ ગામમાં, જૈન (અદાણી) પરિવારમાં 24-6-1962 ના રોજ થયો હતો, તેના પિતાનું  નામ શાંતિલાલ હતું અને માતાનું નામ શાંતા બેન હતું, તેમના પિતા અમદાવાદના કાપડના પ્રખ્યાત વેપારી હતા. ગૌતમ અદાણી એક નાનપણથી જ પ્રેરિત અને મજબુત  મનોબળ ધરાવનાર વ્યક્તિ છે.


ગૌતમભાઈ અદાણી એ એક મજબુત મનોબળ ધરાવનારા વ્યવસાયી વ્યક્તિ છે જેમને અમદાવાદમાં અદાણી ગ્રુપ ની સ્થાપના કરી છે. તેનો જન્મ કાપડના વ્યવસાયિક પરિવારમાં થયો હતો, પરંતુ પરિવારના, કાપડના વ્યવસાયમાં કોઈ રસ દાખવ્યો નહીં. તેમની ઇચ્છાઓ યુવાન હતી, તેમને શાળાનું ભણતર અધૂરું મૂકી ખૂબ પૈસા કમાવા માટે, સમૃદ્ધિ મેળવવા માટે મુંબઇથી અમદાવાદ સ્થળાંતર થયા. 


જ્યો હીરા ના વ્યવસાય સાથે જોડાયા અને તેમને ઓછા સમયમાં સફળતા જરૂર મળી અને અંતે એક વર્ષમાં તે પૈસાદાર બની ગયા, તેમના નાના ભાઈ ની  પ્લાસ્ટિકની ફેક્ટરી માં મદદ કરવા માટે તે મુબઈ  થી અમદાવાદ પાછા આવ્યા. તેમના હૃદયમાં એક ઉદ્યોગપતિ બનવાની ખેવના હતી,જે  આખરે  અદાણી એન્ટરપ્રાઇઝ ની અમદાવાદ માં સ્થાપના કરી વ્યવસાય ચાલુ કર્યો, જે કાર્ગોની નિકાસ અને આયાતમાં વ્યવહાર કરવામાં અદાણી જૂથની અગ્રણી કંપની બની છે. તેઓ ખરેખર જોખમ લેનાર વ્યક્તિત્વ ધરાવે  છે. ગૌતમ ભાઈ અદાણી ના સપના સાકાર કરવા ની તમન્ના હમેશા નિરાળી છે. જેના માટે સખ્ત મહેનત કરવામાં પાછા નથી પડતા.


મુખ્ય કામો :

ગૌતમભાઈ અદાણી એ અદાણી ગ્રૂપની સ્થાપના કરી છે, જે ભારતની મલ્ટિ-નેશનલ કાર્ગો હેન્ડલર કંપની છે જે લોજિસ્ટિક્સ, કૃષિ વ્યવસાય અને એનર્જી જેવા વિવિધ ક્ષેત્રોમાં વ્યવસાય કરે છે. આ જૂથ ભારતના સૌથી વિશ્વસનીય માળખાગત જૂથોમાં પ્રથમ ક્રમે છે. જેઓ હમેશા કહેતા હોય છે કે વ્યવસાય માં  સફળતા  મેળવવા માટે MBA ડીગ્રી ની જરૂર હોતી નથી.


SURESH LIMBACHIYA

ચેરીટેબલ વર્કસ :

અદાણી જૂથ, અદાણી ફાઉન્ડેશનના માધ્યમથી ઘણા મોટા વિકાસ કામમાં સામેલ છે. આ ફાઉન્ડેશન ગુજરાત ઉપરાંત અનેક રાજ્યોમાં કાર્યરત છે અને શાળાકીય શિક્ષણ, સહાયક વ્યવસાયની તકો, ગ્રામીણ માળખામાં વિસ્તરણ,વગેરેથી સંબંધિત પ્રવૃત્તિઓ પર  કાર્ય કરે છે. અદાણી ફાઉન્ડેશન અમદાવાદમાં અદાણી વિદ્યામંદિરના નામથી શાળા ચલાવે છે જેમાં ઓછી આવક ધરાવનારા વાલો ઓના બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે.


સિદ્ધિઓ :

હાલમાં અદાણી જૂથ ખાદ્યતેલ, કોલસાના વેપાર, વીજળી, તેલ અને ગેસ સંશોધન, કઠોળ અને ફળોની નિકાસ અને આયાતમાં કાર્યરત છે.

No comments:

Post a Comment

નેશનલ બારકોડ દિવસ કેવી રીતે અને શા માટે ઉજવવો | How to celebrate NATIONAL BARCODE DAY || Why we celebrate NATIONAL BARCODE DAY on 26 June || NATIONAL BARCODE DAY 2024

નેશનલ બારકોડ દિવસ ( NATIONAL BARCODE DAY )દર વર્ષે 26 જૂનના રોજ ઉજવવામાં આવે છે. બારકોડ ટેક્નોલોજી આપણા રોજિંદા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ...